સીંગવડ: સાંસદના અધ્યક્ષ સ્થાને નાના આંબલીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Singvad, Dahod | Sep 25, 2025 આજે તારીખ 25/09/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સીંગવડ તાલુકામાં આજે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને નાના આંબલીયાના શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.આ અવસરે સાંસદ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. તેમજ સેવા પખવાડિયાના ભાગરૂપે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરાયું.