જામનગર: નાઘેડી પાસે લહેર તળાવમાં ડૂબી જતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું
જામનગરના નાધેડી ગામ નજીક આવેલ લહેર તળાવમાં ડૂબી જવાથી એક યુવકના મોતની ઘટના સામે આવી છે, સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.