દાંતા: અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો તેમજ નવરાત્રીના કાર્યક્રમ અંગેની માહિતી જાહેર કરવામાં આવી
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન,દુર્ગાષ્ટમી ,ઉત્થાપન, વિજયાદશમી ,દૂધ પૌવા નો કાર્યક્રમ તેમજ પૂનમના આરતી અને દર્શનના સમયની માહિતી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી આપીને જાહેર કરવામાં આવી હતી અને યાત્રાળુઓની સગવડતા ખાતર યાત્રાળુઓ એ આ દર્શન સમયની નોંધ લેવા જણાવ્યું હતું