કાલાવાડ: તાલુકામાં કોંગ્રેસ મહિલા પ્રમુખ રમાબેન દેંગડાની આગેવાનીમા વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અભિયાન હાથ ધરાયું
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે કાલાવડ તાલુકામાં પણ કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને કોંગ્રેસના આ અભિયાનને સાથ આપી રહ્યા છે. આ તકે કાલાવડ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ રમાબેન દેંગડાની આગેવાનીમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકો હોસભેર જોડાયા હતા.