આ મામલે અનંત પટેલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, "હું મારા ડ્રાઇવરના આવવાનો સમય જાણવા માટે આ ભાઈને ફોન કરું છું, બુટલેગરને નહીં." તેમણે આ પ્રયાસોને ભાજપ IT સેલ દ્વારા તેમને બદનામ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા.ધારાસભ્યના 'પોલીસના પટ્ટા ઉતારવા'ના નિવેદન સામે બુટલેગર સાથેના તેમના કથિત સંબંધોના વાયરલ પોસ્ટરોએ ચર્ચા જગાવી છે. વાંસદા ભાજપના મહામંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે.