ગોધરા: ખાડી ફળિયા વિસ્તારમાં બાઇકચાલકે નિવૃત્ત આર્મી જવાનની ઓળખ આપીને બોલેરો ગાડીના ચાલક સાથે મારામારી કરી હતી
ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં બોલેરો ગાડીના ચાલકના સાથી કર્મચારી પર બે અજાણ્યા બાઇકચાલકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી ભારતભાઈ રાઠવાના જણાવ્યા મુજબ બંને ઇસમોએ બોલેરો ગાડીનો પીછો કરીને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.જેમાં એક ઈસમે પોતાને નિવૃત્ત આર્મી જવાન હોવાની ઓળખ આપી પથ્થરથી ગાડીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો અને ભારતભાઈને 3 થી 4 ઝપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોધરા બી ડિવિઝન પોલીસમથકે આ સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી