ખેડૂતો માટે રાહતના સમાચાર: સર્વે વગર સહાય મળશે — રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાનો વિડિયો વાયરલ
Amreli City, Amreli | Nov 2, 2025
અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ખેડૂતોને મોટી રાહત આપતા જણાવ્યું છે કે હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સર્વે વગર સહાય આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં આ પગલું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. આ નિવેદનનો વિડિયો આજે સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો દ્વારા વાયરલ કરાયો છે. ખેડૂતો અને જનતામાં આ જાહેરાતને લઇ ખુશીની લાગણી જોવા મળી રહી છે.