મહેમદાવાદ: તાલુકાના મોદજ ગામમાં દુકાનના તાળા તોડી લેપટોપ તૅમજ પ્રિન્ટર મળી કુલ રૂ, 15 હજારની ચોરી થતા ફરિયાદ
મહે. તાલુકાના મોદજ ગામે દુકાનના તાળા તોડી લેપટોપ તૅમજ પ્રિન્ટરની થઈ ચોરી. મોદજમાં ઈસમ છેલ્લા સાત વર્ષથી ગામની પંચાયત ઓફિસ પાસે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરે છે. જેઓ નિત્યક્રમ મુજબ દુકાન ખોલી ગ્રાહકોને અનાજનું વિતરણ કરે છે. ત્યારે ઈસમ તહેવારને લઈને દુકાનનું મુહર્ત કરવા દુકાન ઉપર ગયા ત્યારે દુકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા લેપટોપ રૂ. 10 હજાર અને પ્રિન્ટર રૂ.5હજાર મળી કુલ 15 હજારની મત્તાની ચોરી થયાનું જણાતા કરાઈ ફરિયાદ.