વઢવાણ: હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી 10 વર્ષથી ફરાર આરોપીને sog પોલીસે વડતાલ રાજનગર થી ઝડપી લીધો
હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી બુટાભાઈ જોગાભાઈ બોલિયા ને સુરેન્દ્રનગર sog પોલીસે બાતમીના આધારે વડતાલના રાજનગર રેલવે પાટા પાસેથી ઝડપી લઈ સુરેન્દ્રનગર જેલ હવાલે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.