ગુજરવાડા મહોલ્લામાં પ્રાચીન પરંપરા અનુસાર દોરી ગરબા યોજાયા,યુવાનોએ સાંસ્કૃતિક વારસો જાળવ્યો
Patan City, Patan | Sep 28, 2025
પાટણના ઐતિહાસિક ગુર્જરવાડા મહોલ્લામાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ અકબંધ રહી છે. નવરાત્રિની ઉજવણી દરમિયાન અહીંના ખેલૈયાઓએ આ વર્ષે પણ દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે. આ પરંપરા પાર્ટી પ્લોટના ગરબાને પણ ટક્કર આપી રહી છે.ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પ્રાચીન દોરી ગરબો યુવાઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગુંથણી પણ કરે છે. યુવાનોએ આ સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો હતો.