પલસાણા: બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ સ્ટેશનથી નીકળી સ્વરાજ આશ્રમ પહોંચી.
Palsana, Surat | Sep 18, 2025 આજે ૧૮ સપ્ટેમ્બરે સવારે ૧૧:૦૦ કલાકે 'સ્વચ્છતા રેલી' યોજાઈ, જેનું નેતૃત્વ પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલે કર્યું હતું. રેલી રેલ્વે સ્ટેશન પાસેની પાણીની ટાંકીથી શરૂ થઈ, સ્વરાજ આશ્રમ ખાતે સમાપ્ત થઈ. રેલીમાં નગરપાલિકા કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક નેતાઓ અને નાગરિકોએ ભાગ લીધો. સ્વચ્છતા જાગૃતિના બેનરો અને પોસ્ટરો દ્વારા લોકોને પ્રેરણા આપવામાં આવી હતી.