લાઠી: વ્યારાથી ગુમ થયેલી મહિલાને લાઠી પોલીસે હરસુરપુર દેવળીયા ખાતેથી શોધી કાઢી
Lathi, Amreli | Oct 22, 2025 તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ખાતેથી લાઠી પોલીસે શોધી કાઢી હતી. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા મહિલાને સુરક્ષિત રીતે કબજામાં લઈ તાપી વ્યારા પોલીસને હવાલે કરવામાં આવી હતી.