તળાજા: તળાજા પંથકમાં શોક, સરતાનપર બંદરે બે ભાઈ-બહેનના કરૂણ મોત
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજ રોજ તારીખ 24 મે 2026 ના રોજ સવારના સમયે સરતાનપર બંદરના “દાંડા” તરીકે ઓળખાતા દરિયા વિસ્તારમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં આયુષ રમેશભાઈ જાદવ, ઉંમર 7 વર્ષ અને શિવાનિયા રમેશભાઈ જાદવ, ઉંમર 9 વર્ષના કરૂણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિ