પાલીતાણા: પ્રવાસીઓને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા 42 સ્થળ ઉપર તપાસ હાથ ધરાય
પાલીતાણામાં તંત્ર દ્વારા પ્રવાસીઓને શુદ્ધ અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે આજે સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. મામલતદાર ઓફિસના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર, મ્યુનિસિપાલિટી અને પોલીસ ટીમે તળેટીથી ભાવનગર રોડ સુધી 42 ફૂડ સ્થળોની તપાસ કરી. ગુણવત્તા ચકાસવા 21 ફૂડ સેમ્પલ એકત્ર કરી લેબમાં મોકલાયા. સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિયમોના ઉલ્લંઘન બદલ 5 સ્થળો પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયો તથા રૂ. 3500 નો દંડ વસૂલાયો.