અંજાર: સતાપર ગૌશાળા ગોડાઉનમાં આગથી અફરાતફરી
Anjar, Kutch | Oct 21, 2025 અંજાર તાલુકાના સતાપર ગૌશાળા ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગવાના બનાવથી અફરાતફરી મચી જવા પામી હતી.ગોડાઉનમાં રહેલ ચારો બળીને ખાખ થઇ ગયો હતો. 900 મણ ચારો અને ગોડાઉનને થઈ અને આશરે 25 લાખથી વધુ નુકશાનનુ અનુમાન લગાવી શકાય છે.સદભાગ્યે ગૌશાળામાં રહેલા પશુધનને કોઈ ઈજા પહોંચી ન હતી અને તેઓ સુરક્ષિત રહ્યા હતા.ફટાકડાના તણખલાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.