હાલોલ: પાવાગઢ ડુંગર પર ભદ્રકાળી મંદિર નજીક યાત્રાળુ ઘાયલ થતા રોપવે કર્મચારીઓએ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં ભદ્રકાળી માતાજીના મંદિરના રસ્તા પર એક યાત્રાળુ પડી જતા ઇજાગ્રસ્ત થતા ઘટનાની જાણ પાવાગઢ પોલીસને થતાં પોલીસે તરત જ પાવાગઢ રોપવેના કર્મચારીઓને જાણ કરી મદદરૂપ કાર્ય કરવામાં આવ્યું હતુ રોપવેના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝખ્મી યાત્રાળુને પ્રથમ સારવાર આપીને સ્ટ્રેચર પર માંચી સુધી ખસેડ્યો હતો.ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યાત્રાળુને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.