છેલ્લા કેટલાક દિવસોથી વસાહતમાં એયર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધઘટ જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સૂચન બાદ ઉદ્યોગ મંડળ દ્વારા સતત પાણી છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે. આ પગલાંથી હવામાં ઉડતા રજકણોમાં ઘટાડો થવાની સાથે ઠંડી દરમ્યાન શરદી, ખાંસી સહિતની આરોગ્ય સમસ્યાઓમાંથી રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.