મહુવા: રેશનકાર્ડ ધારકોને પૂરતું અનાજ ન મળતાં મહુવામાં ઉઠ્યા સવાલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે રેશનિંગ વ્યવસ્થાને લઈને લાભાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગોડાઉન સંચાલકોની કથિત મનમાની અને અનિયમિતતાના આક્ષેપોને લઈને અનેક રેશનકાર્ડ ધારકોમાં રોષનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રેશનની દુકાનો પર અનાજના જથ્થા, વિતરણની સમયસૂચિ તેમજ પુરવઠાની વ્યવસ્થાને લઈને વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. અનેક કાર્ડધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ ન મળતું હોવા