દિયોદર: દિયોદર પોલીસે લાયસન્સ વિના ફટાકડાના વેચાણ કરતા વેપારીઓની તપાસ હાથ ધરી મુરલીધર સો નાકે વેપાર કરત ફટાકડા કબજે કર્યા
આજે શનિવારે બપોરે 2 કલાક ના સમયે દિયોદરમાં અનઅધિકૃત રીતે ફટાકડાનું વેચાણ થતું હોવાની માહિતી મળતા દિયોદર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી દિવાળી પર્વને પગલે મુખ્ય બજાર વિસ્તારમાં ગેરકાયદે રીતે ફટાકડા વેચાણ કરતા સ્ટોલ ઉપર પોલીસે દિયોદર મુરલીધર સોસાયટી આગળ તપાસ કરતા ભેસાણા ગામનો યુવક ફટાકડા વેચતો મળી આવ્યો હતો જેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફટાકડા કબ્જે કર્યા હતા પોલીસની કાર્યવાહી બાદ અનઅધિકૃત ફટાકડાનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે