કચ્છના વિખ્યાત સફેદ રણ - ધોરડો બાજુ પ્રવાસીઓ ઊમટયા છે ત્યારે તેની પાસેના જ ગોરેવાલીના બસ સ્ટેશન નજીકથી શરાબની 21 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. સવારે ધોરડો પોલીસને બાતમી મળી હતી કે ગોરેવાલીના બસ સ્ટેશન પાસે એક શખ્સ શરાબની બોટલો લઇ પગે જઇ રહ્યો છે. આથી પોલીસે બાતમીના પગલે ગોરેવાલી બસ સ્ટેશન પાસે બાવળોની ઝાડીમાંથી આવતા રાહુલ માવજીભાઇ મેરિયા (રહે. સુમરાસર શેખ)ને ઝડપી તેની પાસેના બેગ-કોથળામાંથી વ્હીસ્કી શરાબની 21 બોટલ કિં.રૂા. 8400ના મુદ્