દાંતા: અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો આ વર્ષે વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અંબાજી ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો સંસ્કૃત પાઠશાળાના પ્રધાન આચાર્ય મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા અને અંબાજીના નગરજનો પણ આ કાર્યક્રમ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા