અંજાર: નંદી શાળા ખાતે ૭૦૦ નંદીઓને શાકભાજી અને લીલો ચારો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યુ
Anjar, Kutch | Nov 4, 2025 દેવ દિવાળીના અનુસંધાને અંજારની પ્રસિદ્ધ નંદી શાળા ખાતે ૭૦૦ નંદીઓને શાકભાજી, લીલાં ચારો અને પ્રસાદ સ્વરૂપે ખોરાક આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિક્મદાસજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં સંપન્ન થયું હતું.આ શુભ દિવસે અંજારના શ્રદ્ધાળુઓએ ગૌસેવા અને અન્નદાનનું મહત્વ સમજતા નંદી શાળામાં વિશાળ સેવા કાર્ય હાથ ધર્યું. નંદીઓને ચારો પીરસવાની સેવા કરી હતી.