તળાજા: પીંગળીના અનામત જંગલમાં ગેરકાયદેસર માટી ખનનનો પર્દાફાશ, JCB સહિત 3 વાહનો કબજે
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનનનો મોટો મામલો સામે આવ્યો છે. વન વિભાગે કાર્યવાહી કરીને એક JCB અને બે ટ્રેક્ટર સહિત કુલ ત્રણ વાહનો કબજે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ અને વિમલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહુવા નોર્મલ રેન્જના આર.એફ.ઓ. આર.કે. પરમાર તથા ભાવનગર આરએફઓ બી.જી. ગલાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પીંગળી ગામના અના