દસાડા: દસાડા ના વડગામની 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 70,000 લીટરની 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને ગ્રામસભાના ઠરાવ બાદ જમીનદોસ્ત કરાઈ. ભયજનક સ્થિતિને કારણે ટેન્ડર બહાર પાડી, શુક્રવારે સુરક્ષિત રીતે ટાંકી પાડવામાં આવી. યુવા સરપંચ ભરત રાઠોડની આગેવાનીમાં નિર્ણય લેવાયો. હાલ ગામમાં બે લાખ લીટરના સમ્પ અને એક 70,000 લીટરના સમ્પથી પાણી પૂરું પાડાય છે. નર્મદાના નીર અને બોરથી 5500ની વસ્તીને પાણી મળે છે.