આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ને સોમવારના રોજ ૨૨મા વાર્ષિક પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.આ પદવીદાન સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાશે. આ પ્રસંગે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે.