ચુડા: ચુડા ના રામદેવગઢ અને વેળાવદર ગામે ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ આગેવાનોની ઉપસ્થિતી માં વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કર્યા
ચુડા તાલુકા ના રામદેવગઢ થી ચુડા સુંધી ના બિસ્માર રસ્તા ને નવિનીકરણ કરવા તથા વેળાવદર ગામે દર વર્ષે ચોમાસા માં ભારે વરસાદ દરમિયાન ગામ સંપર્ક વિહોણું બનતુ હોવાની ઘટનાઓ બનતી હોય રાજ્ય સરકાર દ્વારા ચુડા થી રામદેવગઢ ગામે જોડતો પાકો રસ્તો બનાવવા તથા વેળાવદર ગામે મીની બ્રીજ ના નિર્માણ નુ ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિ. પંચાયત ચેરમેન જશુભા સોલંકી, તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા વગેરે ઉપસ્થિત રહ્યા