અમદાવાદના કુબેરનગરમાં 16 ડિસેમ્બરની સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. તળાવમાં 150 જેટલા કાચા-પાકા મકાનો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ.