પારડી: પોણીયા સરસ્વતી વિદ્યામંદિર ખાતે કાનૂની જાગૃતિ હેતુ બાળકોને અપાયું માર્ગદર્શન,પોકસો એકટ અને જાતીય સતામણીની અપાઈ માહિતી
Pardi, Valsad | Oct 8, 2024 પારડી શહેરમાં પોણીયા સ્થિત આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ પારડી તથા જીલ્લા કાનુની સેવા સમિતિ વલસાડના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાનૂની જાગરૂકતા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.