જામનગર જિલ્લાના જોડિયા નજીક આજરોજ ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો જોડિયા પાસે બાઈક પર જતા એક વૃદ્ધને અકસ્માત નડ્યો છે દિનેશભાઈ પરમાર નામના 61 વર્ષીય વૃધ્ધ બાઇક લઈને જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ વૃદ્ધનું મોત નિપજ્યું હતો આ બનાવના પગલે પરિજનોમાં શોકની લાગણી પ્રસરી છે