અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગ મંડળની ઓફિસ નજીક આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ અન્ય કામદારોને થતા તેઓએ કંપની સત્તાધીશોને જાણ કરી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.