ભાવનગરમાં એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કેસમાં નવી ચોંકાવનારી વિગતો સામે આવી છે.તપાસ દરમિયાન શૈલેષ ખાંભલાએ કબૂલ્યું કે હત્યાની પાછળનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હતું.આ ઘટના 5 નવેમ્બરે બની હતી, જ્યાં શહેરના TOP-3 નજીક કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ ફોલોનીમાં પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને દીકરો ભવ્યની હત્યા કરી તેઓના મૃતદેહોને જમીનમાં દાટી દેવાયા હતા.