પુણા: શહેરમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવ,લીંબાયત ગરનાળુ પાણીમાં તરબોળ
Puna, Surat | Sep 21, 2025 સુરત શહેરમાં રવિવારે સવારે આઠ કલાક બાદ એકાએક તૂટી પડેલા ભારે વરસાદ એ અનેક વિસ્તારોને ઘમરોળ્યું હતું.જ્યાં લિંબાયત સ્થિત ગરનાળુ પણ વરસાદી પાણીમાં તરબોળ થઈ જતા વાહન વ્યવહારને અસર પોહચી હતી.લોકોએ વૈકલિપ રૂપે ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો.જો કે લિંબાયત થી ઉધના તરફ આવતા વાહન ચાલકોને લાંબો ચકરાવો ખાવાની ફરજ પડી હતી.શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર લોકોને ભારે હાલાકીનો રીતસરનો સામનો કરવો પડ્યો હતો.જ્યાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા.