મોરબી: મોરબીમાં રહેણાંક મકાનમાંથ વિદેશી દારૂની 17 બોટલો સાથે એક ઝડપાયો; બે ફરાર
Morvi, Morbi | Oct 19, 2025 મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭ કિં રૂ.૧૩૬૬૨ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ફરાર દર્શાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.