રાજકોટ પૂર્વ: રાજકોટ પશ્ચિમ: મવડી ચોક પાસે બે શખ્સો વચ્ચે જાહેરમાં મારામારીનો વધુ એક વીડિયો વાયરલ,પોલીસ કાર્યવાહી ક્યારે?
શહેરમાં મારામારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના મવડી ચોક પાસે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ બે શખ્સો વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. દિન પ્રતિદિન આવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.