કડી: કડી તાલુકાના કાસવા ગામની સીમમાં SMC ની સફળ રેડ,વિદેશી દારૂ સહિત કુલ રૂ.1.88 કરોડ નો મુદ્દામાલ કબ્જે,1 ની ધરપકડ કરાઈ
Kadi, Mahesana | Nov 15, 2025 ગઈ તારીખ 15 નવેમ્બર ની વહેલી સવારે કડી તાલુકાના કાસવા ગામે SMC(સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા સફળ રેડ કરી વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક નંબર RJ07GC1081 માં ભૂસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો.SMC ની ટીમે કડી તાલુકાના કાસવા ગામની સીમમાં પહોંચતા ટ્રકનો પીછો કરી ટ્રક ઝડપી પાડી હતી.વિદેશી દારૂની કુલ18651 બોટલો અને બે વાહનો મળી કુલ રૂ.1,88,43700 નો મુદ્દામાલ કબ્જે કરી 1 ની ધરપકડ કરાઈ.