પોશીના: તાલુકામાં કપાસના પાકમાં ચાલુ સિઝને પ્રથમ વખત મિલીબર્ગ નામના રોગે દેખા દીધી
આજે બપોરે 3 વાગે ખેડૂતો પાસે થી મળતી માહિતી મુજબ તાલુકામાં ચાલુ સાલે કપાસના વાવેતરમાં આંશિક વધારો નોંધાયો છે. ત્યારે ચોમાસા ની સિઝન પૂર્ણતા ના આરે છે.તેવામાં ગરમીમાં વધારો થતાં કપાસ ના વાવેતરમાં પોશીના પંથકમાં સૌ પ્રથમવાર મિલીબર્ગ નામના રોગે દેખા દીધી છે. ત્યારે પોશીના તાલુકાના ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે. આ રોગને લઈ કપાસના પાકમાં સુકારો આવવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રોગ વધુ પ્રસર્યો તો આગામી સમયમાં તાલુકાના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે