કેશોદ: કેશોદના ઘસારી રોડ ઉપર બની રહેલ નંદી ઘરની મુલાકાત લેતા ધારાસભ્ય દેવા માલમ
કેશોદના ઘસારી રોડ ઉપર નગરપાલિકા દ્વારા નંદીઘર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બની રહેલ નદી ઘરની રૂબરૂ મુલાકાત ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા તેમજ કેશોદના આગેવાનોએ મુલાકાત લીધી હતી તેમજ આવનાર સમયમાં નદીઓને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી