ભચાઉ તાલુકાના વોંધ નજીક આવેલ પ્રસિદ્ધ જૈન નમસ્કાર તીર્થમાં થયેલ ચોરીના બનાવમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ મુદામાલ પણ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. આજે વોંધ નજીક આવેલ નમસ્કાર તીર્થ ખાતે ભગવાનના ચોરી ગયેલ આભૂષણો વિધિવત રીતે સુપ્રત કરવામાં આવ્યા હતા.