ગણદેવી: નવસારીના ધોલાઈ બંદરે નિયમભંગ: ઓનલાઈન ટોકન વગર દરિયામાં જતાં ગુનો નોંધાયો
નવસારીના ધોલાઈ બંદરે માછીમારી બોટમાં નિયમોનું ઉલ્લંઘન થતાં કાર્યવાહી કરવામાં આવી છે. બે ખલાસીઓ કોઈપણ પ્રકારના ઓનલાઈન ટોકન લીધા વગર દરિયામાં માછીમારી માટે નીકળી ગયા હતા, જે બદલ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.