શહેરા - અણીયાદ રોડ ઉપર આવેલ ખરેડીયા ડેરી પાસે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો,જેમાં આશરે ૪૫ થી ૫૦ વર્ષના ભારતભાઈ કાળુભાઈ પટેલીયા નામના વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.