પૂર્વ કચ્છ પોલીસના 'NO DRUGS IN EAST KUTCH અભિયાન હેઠળ એ ડીવીઝન પોલીસે સફળ કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ક્લેક્ટર રોડ ખન્ના માર્કેટ ગાંધીધામ મધ્યે આવેલ સુલભ શૌચાલયની બાજુમા પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન 74,430/-ની કિંમતનો 24.81 ગ્રામ માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમ સલીમભાઈ હુસેનભાઈ મોવરને ઝડપી પાડ્યો હતો.પોલીસે ગાંજાનો જથ્થો, વજન કાંટો, મોબાઈલ રોકડ રૂપિયા સહિત કુલ 95,880 નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.