લક્ષ્મીપુરા ખાતે ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળીએ BLO દ્વારા કામગીરી કરાઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી....!
Deesa City, Banas Kantha | Nov 27, 2025
ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળીએ લક્ષ્મીપુરા ખાતે BLO દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી. મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR ની કામગીરી અન્વયે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે બુથ નં ૧૦૧ અને ૧૦૨ ખાતે ડીસાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવિણભાઇ માળીએ મુલાકાત લઈ BLO દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને BLOને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા...