ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે હત્યાં કરાઈ હતી, સામાન્ય તકરારમાં સાહિલ સૈયદ નામના ૨૩ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓ નદીમ મનસુર સોરઠીયા, સલીમ કાસમ સોરઠીયા, સાહીલ રસુલ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીક સલીમ સોરઠીયાને ઝડપી લીધા હતા, બોરતળાવ પોલીસે આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્ટ્રકશન કરાવ્યું હતુ, પોલીસ આરોપીઓને લઈને પહોંચતા લોકોના ટોળાં એકઠા થયા હતા.