ગોધરા: GSTના દરમાં ઘટાડો થતાં ગોધરા ના હ્યુન્ડાઈ શોરૂમ ખાતે લોકો કારની ખરીદી કરવા પહોંચ્યા હતા
ભારત સરકારે તાજેતરમાં GSTના દરોમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી માત્ર વેપારીઓને જ નહીં પરંતુ સામાન્ય માણસને પણ મોટી રાહત મળી છે. ગોધરા શહેરમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કાર બજારમાં લોકોનો ઉત્સાહ વધી ગયો છે. Car શોરૂમમાં પ્રથમ નોરતાના શુભ દિવસે જ અનેક પરિવારો નવી કાર લેવા પહોંચ્યા.GSTના દર ઘટાડાથી કારની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પગલાને કારણે ઘણા પરિવારોનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું છે.