પોલીસ દ્વારા ભાવનગરમાં દેશી દારૂના વેચાણ અને બુટલેગરો વિરુદ્ધ એક વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ઘોઘારોડ અને ભાલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઘોઘારોડ વિસ્તારમાં કુલ ૨૪ પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ ૨૫૫ લિટર દેશી દારૂ અને ૪,૫૯૦ લિટર દેશી દારૂનો આથો અંદાજિત કિંમત ₹૧,૧૪,૦૦૦ કબજે કરીને તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત, એમવી એક્ટ હેઠળ ૭ વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા