અંજાર: મેઘપર બોરીચી સ્થિત લીલાશાહ કુટિયા ખાતે સામૂહિક જનોઇની ધામધૂમથી ઉજવણી
Anjar, Kutch | Nov 1, 2025 આજરોજ તારીખ ૧ના મેઘપર બોરીચી સ્થિત લીલાશાહ કુટિયા ખાતે સામૂહિક જનોઇની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે અંદાજિત 39 યુવાનોએ વિધિવત રીતે જનોઈ ધારણ કરી હતી. અને આવતીકાલે તારીખ રના સામૂહિક લગ્નનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના હોદ્દેદારો ઉપરાંત ભાવિક ભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ જ નહીં પણ વિદેશમાંથી પણ ભક્તો આવે છે.