જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ’લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઈન’ અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તા.૦૮થી તા.૨૭ ડિસેમ્બર સુધીના ૧૪ દિવસ (મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દરમિયાન સુરત જિલ્લામાં કુલ ૧૫૨૨| અને સુરત મનપા વિસ્તારમાં કુલ ૪૬૫ ટીમ તથા તાપી| જિલ્લામાં ૮૦૦ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિ્તઓની તપાસ કરવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી