દસાડા: દસાડા માં કરાયું આરોગ્ય કેમ્પનું આયોજન જેમાં શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા 324 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરાઈ
દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સારવાર મંડળ અને ફોલેહરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું ત્યારે આ કેમ્પમાં 324 જેટલા દર્દીઓ શ્વાસ સંબંધિત બીમારીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં ટીબી, ફેફસાના કેન્સર અને દમ જેવી બીમારીઓની તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ કરાવવા આવેલ દર્દીઓને સ્ટીલના ડબ્બાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા.