અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રસીક સંપ્રદાયની પદયાત્રા યોજવામાં આવશે. રતનાલ ગામથી આગામી તા.૨૪ના પ્રસ્થાન કરનારી પદયાત્રામાં મોટી સંખ્યામાં રસિકજનો જોડાશે. રતનાલ સચ્ચિદાનંદ મંદિર મધ્યે તા. ૨૪/૧૦/૨૫ના સવારે ૫ વાગ્યે પદયાત્રાનો પ્રારંભ થશે. અંજારના મંદિરના મહંત ત્રિકમદાસ મહારાજ તથા રતનાલ મંદિરના મહંત ભગવાનદાસ મહારાજ દ્વારા પદયાત્રીઓને પ્રસ્થાન કરવામાં આવશે.