અંજાર: વેલસ્પન કંપનીના ડી.આઈ. પાઈપ યુનિટનો શુભારંભ કરાવતા કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
Anjar, Kutch | Dec 13, 2025 આજરોજ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી ખાતે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વેલસ્પન કંપનીના ડી.આઈ. પાઈપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રીએ વેલસ્પન કંપનીની મુલાકાત લઈને કંપનીના ઓપરેશન, આંતરરાષ્ટ્રીયકક્ષાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટઝને નિહાળી હતી અને વેલસ્પન કંપનીના ૩૯માં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.